કોંગ્રેસના આ દિગ્ગજ યુવા નેતા સિંધિયાને અનુસરશે? કેન્દ્રીય મંત્રીના નિવેદનથી રાજકીય ગરમાવો
Trending Photos
ચંડીગઢ/જોધપુર: જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા બાદ હવે રાજસ્થાનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટ વચ્ચે ખટાશના અહેવાલો આવી રહ્યાં છે. આ જ કારણે હવે સિંધિયાના કોંગ્રેસ છોડ્યા બાદ સચિન પાઈલટ પર બધાની નજર ટકેલી છે.
આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમ પર કહ્યું કે થોડી રાહ જુઓ, કારણ કે ધીરજના ફળ મીઠા હોય છે. હકીકતમાં તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું સચિન પાઈલટ પર જ્યોતિરાદિતય સિંધિયાના પગલે ચાલશે? તો શેખાવતે કહ્યું કે મને લાગે છે કે હજુ આવી ઘણી ઘટનાઓ દેશને જોવા મળશે. જ્યોતિરાદિત્ય અને સચિને ઘણા વર્ષો સાથે કામ કર્યું છે. બંને એક જ પેઢીના નેતાઓ છે. બંને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના પરિવારમાંથી આવે છે. ચોક્કસપણે બંનેમાં મિત્રતા અને આત્મીય સંબંધ હશે. પરંતુ આગળ શું થશે તેના માટે થોડી રાહ જોવી જોઈએ. કારણ કે ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે.
મીડિયા સાથે વાત કરતા શેખાવતે કોંગ્રેસ પાર્ટી ઉપર પણ આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે ખોટા વચનો આપવા, મોટા મોટા ભ્રમજાળ ફેલાવવા અને સત્તામાં આવ્યાં બાદ વચનોને ભૂલી જવું એ કોંગ્રેસ પાર્ટીનો સ્વભાવ બની ગયો છે. આ જ કારણે કોંગ્રેસ પાર્ટી હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. જનતાએ ચૂંટણીના રણમાં દરેક જગ્યાએ તેમને નકાર્યા છે. કોંગ્રેસ હવે દેશને ધર્મના નામે ભાગલા પાડવાનું કામ કરી રહી છે.
આ VIDEO પણ ખાસ જુઓ...
કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પોતાની નીતિઓના કારણે સતત અપ્રાસંગિક થઈ રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ છોડવાના સવાલ પર તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકાર બન્યા બાદથી પ્રદેશમાં ઊદ્યોગ ધંધા મંદ પડી ગયા હતાં. ખેડૂતો પરેશાન હતાં. કમલનાથ સરકારે ન જાણે કઈ વાતનો બદલો લેતા શિવરાજસિંહ ચૌહાણના સમયની જનતા કલ્યાણની યોજનાઓને બંધ કરી દીધી અને લગભગ મૃતપાય કરવાની કોશિશ કરી. મધ્ય પ્રદેશમાં હાલાત નિશ્ચિતપણે ચિંતાજનક હતાં.
તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જે વચનને લઈને સત્તા પર આવી હતી તે હતું કે તેઓ દસ દિવસમાં ખેડૂતોનું પૂરેપુરું દેવું માફ કરી દેશે. પરંતુ દુર્ભાગ્ય છે કે કરજમાફીના નામે ફક્ત નોટંકી થઈ. બીજુ વચન બેરોજગારોને ભથ્થુ આપવાનું હતું પરંતુ આજે તેઓ બધા પોતાને ઠગાયેલા મહેસૂસ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે